https://www.profitablecpmrate.com/gtfhp9z6u?key=af9a967ab51882fa8e8eec44994969ec Astrologer

Adsens

Saturday, January 16, 2021

।। શ્રી યજુર્વેદ માં આપેલ જાતક ને આર્થિક સફળતા સુચવતા વિવિધ યોગ , શુક્ર અને બુધ મળીને રચશે લાભ દ્રષ્ટિ યોગ:આ રાશિઓ માટે લાભ દ્રષ્ટિ યોગ ભાગ્યશાળી રહેવાથી નોકરી, વેપાર-ધંધામાં મળશે આર્થિક લાભ।।

सभी ज्योतिष मित्रों को मेरा निवेदन हे आप मेरा दिया हुवा लेखो की कोपी ना करे में किसी के लेखो की कोपी नहीं करता,  किसी ने किसी का लेखो की कोपी किया हो तो वाही विद्या आगे बठाने की नही हे कोपी करने से आप को ज्ञ्नान नही मिल्त्ता भाई और आगे भी नही बढ़ता , आप आपके महेनत से तयार होने से बहुत आगे बठा जाता हे धन्यवाद ........
जय द्वारकाधीश

।। શ્રી યજુર્વેદ માં આપેલ જાતક ને આર્થિક સફળતા સુચવતા વિવિધ યોગ , શુક્ર અને બુધ મળીને રચશે લાભ દ્રષ્ટિ યોગ:આ રાશિઓ માટે લાભ દ્રષ્ટિ યોગ ભાગ્યશાળી રહેવાથી નોકરી, વેપાર - ધંધામાં મળશે આર્થિક લાભ।।

સનાતન હિન્દૂ ધર્મ માં વેદ પુરાણ અને પંચાંગ નું બહુ જ મહત્વ હોય છે . પંચાંગ માં ત્રીજ અને તેરસ તિથિ બહુ જ શુભ મનાય છે જેમકે વૅશાખ માસ માં શુક્લ પક્ષ ( સુદ / અજવાળી  ) ત્રીજ ને દિવસે આવતી અખાત્રીજ અને આસો માસ માં કૃષ્ણ પક્ષ ( વદ  / અંધારી ) તેરસ ને દિવસે આવતી ધન તેરસ ના દિવસ નો ઉપયોગ કરી ને માનવી પોતાના ભાગ્ય નો પ્રારંભ પલટાવી શકે છે.





આપના હિંદનું ધર્મ માં વિષ્ણુ પુરાણ માં એક કથા આવે છે કે દેવો અને દાનવો જ્યારે સમુદ્ર મંથન કરી રહેલ હતા ત્યારે લક્ષ્મીજી પણ સમુદ્ર મંથન માંથી બહાર નીકળી સીધા વિષ્ણુ ભગવાન પાસે જ ગયા હતા . આમ લક્ષ્મીજી ની પ્રાપ્તિ ના કારણે ભગવાન વિષ્ણુજી નું બધા જ દેવો માં માન સન્માન પણ વધી ગયેલ જેથી તેઓ ભાગ્યશાળી ગણવા લાગેલ.

ધનતેરસ નું ખગોળીય મહત્વ ::

જ્યારે ભારત ના નકશા માં પૃથ્વી બે ભાગ માં જ વહેંચાયેલી છે ઉત્તર ધુવ અને દક્ષિણ ધૂંવ જ્યારે ઉત્તર ધુવ ના અદિઅંશ માં પશ્ચિમ ભારત માં જ કાર્તિકી ( કારતક માસ ની શુક્લ પક્ષ ની તે સુદ એકમ થી જ નવું વર્ષ બેસે અને આસો માસ ની અમાસ ના દિવસે વર્ષ નો છેલ્લો દિવસ ગણાય ) પંચાંગ ના પદ્ધતિ મુજબ આસો માસ ની કૃષ્ણ પક્ષ ની તેરસ ના દિવસે જ ધનતેરસ આવે છે જ્યારે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત ના પંચાંગ પ્રણાલિકા પદ્ધતિ મુજબ કારતક માસ ની કૃષ્ણ પક્ષ ની તેરસ ને ધનતેરસ માનવામાં આવે છે. એકંદરે વાસ્તવિક રિત અનુસાર જોઈએ તો એક જ દિવસ હોય છે પંરતુ તેમનો માસ પૂનમ થી શરૂ થતો હોય છે જે પૂનમ ના દિવસે માસ ની બદલી થઈ જાય છે પરંતુ મૂળ ગણિત ના આધારે જોતા જે દિવસે તુલા સંક્રાતિ દરમિયાન કન્યા રાશિ માં ચન્દ્ર હોય અને કૃષ્ણ પક્ષ ( વદ ) ની તેરસ તિથિ જ હોય ત્યારે જ ધનતેરસ આવે છે અને તેજ દિવસે સાંજે પ્રદોષ કાળ બનતો હોય છે . ( સૂર્યોદય પછીના ત્રણ મુહુર્ત નો સમય ગાળો ) લક્ષ્મી પૂજન નો વિશેષ મહિમા છે .

જાતક ને જીવન માં ધનયોગ:::

1.  લક્ષ્મીજી નો મૂળ સબંધ કુળદેવી અને સરસ્વતી સાથે આવે છે જે કુળદેવી કુટુંબ માં બધા ને સમૃદ્ધિ અને શરીર માં નિરોગી રાખે છે જ્યારે સરસ્વતી નો સબંધ વાણી વચન જે કુટુંબ સગા સંબધી હેતુ મિત્રો માં સારા વચન વાણી થી એકતા સાથે હળી મળી ને રહી શકે છે.

2. જન્મકુંડળીમાં ધન સુખ ના યોગ નિર્માણ કરતા ગ્રહ ના મંત્ર ના સંપૂર્ણ જાપ અથવા  યથાશક્તિ 1, 3 , 5, 7, 11 કે 21 માળા કરવી જોઈએ

3. લક્ષ્મીનારાયણ મંદિર માં અથવા લક્ષ્મીજી ના તસ્વીર સમક્ષ વિષ્ણુ સહસ્ત્ર ના પાઠ અથવા શ્રી સકૃત ના પાઠ કરવા જોઈએ

4. પુષ્ય નક્ષત્ર માં કોઈ દ્રવ્ય ( સોનુ , ચાંદી રત્ન ઝવેરાત વગેરે ) ખરીદીને લાવવા જોઈએ ધનતેરસ ના દિવસે તેમની પણ પૂજન પણ કરવું જોઈએ

આર્થિક સધ્ધરતા સુચવતા વિવિધ યોગ:

જન્મકુંડળીમાં આર્થિક બાબત ને શુભાશુભ જાણવા માટે બીજું ( ધન ) અને અગીયાર મુ ( લાભ ) સ્થાન વધુ મહત્વ અને અગત્ય નું જ ગણાય છે .

લક્ષ્મી કારક ગ્રહો :

 ધન સુખ માટે સોંથી વધુ મહત્વ નો કારક ગ્રહ શુક્ર છે તેને ખાસ મહત્વ આપવું જોઈએ તેમજ ચન્દ્ર , ગુરુ જેવા શુભત્વ ગ્રહો ને પણ ધ્યાન માં લેવા જોઈએ ચંદ્ર - મંગળ નો સંયોગ ને જ જન્મકુંડળીમાં લક્ષ્મીયોગ નું સર્જન કરે છે 

વિલ વારસા થી ધન સુખ :

વડીલ વર્ગ તરફથી મળવા પાત્ર મિલકત તેમજ વિલ - વારસા માટે જન્મકુંડળીમાં આઠમું સ્થાન અગત્ય નું છે . 

જ્યારે તેમાં પણ સહેજ ઉંડો વિચાર કરી ને જોઈએ તો આઠમું સ્થાન એટલે ( સાતમા / પત્ની યા પતિ ભુવન ) સપ્તમેશ સ્થાન થી બીજું સ્થાન થાય છે . 

પત્ની યા પતિ તરફ થી ધન લાભ થશે કે કેમ તે બાબત ને પણ અવશ્ય જાણી શકાય છે . કર્મ ના સિદ્ધાંત મુજબ જોઈએ તો દશમાં ( કર્મ ) સ્થાન થી બીજું અગિયારમું ( લાભ ) સ્થાન એટલે તે જન્મકુંડળીમાં આઠમું સ્થાન જ ગણાય છે . 



જન્મકુંડળીમાં આઠમે રહેલ કેતુ તેમજ ક્યારેક અષ્ટમેશ ગ્રહ બીજે ( ધન ) સ્થાન માં રહ્યો હોય તો વારસાગત મિલકત નો યોગ નું સર્જન કરે છે 

જન્મકુંડળીમાં પહેલું , ચોથું , સાતમું અને દશમાં સ્થાન ને કેન્દ્ર સ્થાન તરીકે ઓળખવામાં આવે છે . પાંચમું , નવમું ત્રિકોણ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે . 

અહીં સરળ ભાષા માં ધનપ્રાપ્તિ ના યોગની જાણકારી આપેલ છે 

જન્મકુંડળીમાં ને આધારે ધન પ્રાપ્તિ ના યોગ :

1. વૃષભ રાશી ના ચન્દ્ર ઉપર ગુરુ ની દ્રષ્ટિ હોય તો ઉત્તમ લક્ષ્મી યોગ બને છે

2. કર્ક રાશી ના ચન્દ્ર ઉપર મીન રાશીના ગુરુ ની દ્રષ્ટિ હોય તો સારો લક્ષ્મી યોગ બને છે 

3. જન્મકુંડળીમાં બીજા સ્થાને વૃષભ કે તુલા રાશી ના શુક્ર સારો પૅસો આપે છે

4. લગ્નેશ લાભ સ્થાને હોય તેમજ લાભેશ લગ્ન સ્થાને હોય તો સારો લક્ષ્મી યોગ અચાનક પૅસા પણ મળે 

5. નવમાંશ કુંડળી માં વર્ગોત્તમી ચંદ્ર સારો હોય તો પણ કીર્તિ તથા લક્ષ્મી આપે છે. અહીં પૂર્ણ ચન્દ્ર કે વધુ કળા નો ચન્દ્ર ( સુદ મતલબ શુક્લ પક્ષ ની દશમ થી કૃષ્ણ પક્ષ મતલબ વદ પંચમ તિથિ નો ) હોય તો ફળ ની માત્રામાં વધારો કરે છે .

6. લગ્નેશ લગ્ન સ્થાને તથા લાભ સ્થાને હોય તો જાતક ધનવાન હોય સાદી ભાષા માં કહીએ તો લગ્નેશ અને લાભેશ સવગ્રહી હોવા જોઈએ

7. પંચમેશ પાંચમા સ્થાને હોય તો સંતાન થકી ભાગ્યોદય કરાવે છે 

8. ભાગ્ય સ્થાન નો સ્વામી ઉચ્ચનો કે સવગ્રહી થઈને કેન્દ્ર સ્થાન કે ત્રિકોણ સ્થાન માં હોય તો શ્રેષ્ઠ લક્ષ્મી યોગ બને છે 

9. ધનેશ અને લાભેશ લાભ સ્થાને હોય તો સારો લક્ષ્મી યોગ ગણાય છે 

10. કર્ક લગ્ન ની કુંડળી માં પાંચમે વૃશ્ચિક રાશી નો મંગળ અને અગિયાર માં સ્થાને વૃષભ રાશી નો ચન્દ્ર અખૂટ લક્ષ્મી યોગ આપે છે 

11. ધન સ્થાન નો સ્વામી કેન્દ્ર માં હોય તો વ્યક્તિ આરામથી જીવન વિતાવે છે 
12. જન્મકુંડળીમાં લગ્નેશ અને ધનેશ પરસ્પર એક બીજા ના સ્થાન માં હોય તો વ્યક્તિ ધનવાન થાય છે 

13. કર્ક લગ્નમાં ઉચ્ચ નો ચન્દ્ર , ઉચ્ચ નો ગુરુ કે ઉચ્ચ નો મંગળ વ્યક્તિ ને સારો લક્ષ્મી યોગ આપે છે 

14. જન્મકુંડળીમાં કેન્દ્ર અને ત્રિકોણ સ્થાનના અધિપતિ નો સબંધ પણ સારી લક્ષ્મી આપે છે 

15. લગ્નેશ ચોથા સ્થાન કે ચતુથેશ લગ્ન સ્થાને હોય તો માતા થકી ધન લાભ આપે છે 

16. ભાગ્યેશ ( નવમ સ્થાન ) લગ્ન સ્થાને ( પ્રથમ સ્થાન ) હોય તો લગ્ન પછી છોકરા યા છોકરીને ભાગ્યોદય કરાવે છે 

17. સવગ્રહી શુક્ર સાથે ચન્દ્ર દેહ ભાવે હોય તો પહેલેથી જ દાદા પર દાદા ની અખૂટ સંપત્તિ ને વીઆઈપી ઘર માં જ જન્મેલ હોય છે જે આગળ જતાં પણ સંપત્તિ માં જાત મહેનતે જ બહુ જ સારો વધારો કરી શકે છે 

18. કર્મેશ ( દસમુ સ્થાન ) બળવાન થઈ ને લાભ સ્થાને ( અગિયાર માં સ્થાને ) તો જાત મહેનતે સારું ધન લાભ પ્રાપ્ત થાય છે 

19. ભાગ્યેશ સાતમા સ્થાને હોય તો પતિ / પત્ની ના નામ પર બિઝનેસ અથવા રોકાણ કરવાથી સારો લાભ મળે છે 

20. કર્ક લગ્ન ની કુંડળી માં પ્રથમ સ્થાને મંગળ હોય તો ઓછી મહેનત માં વધુ પૅસા મેળવી શકે છે જેવા યોગ વાળા વ્યક્તિ કારખાના માં મજદૂર નું કામ કરતા હોય છે જે આગળ જતાં થોડાક જ સમય માં કારખાના ના માલિક બની જાય છે. ( આ યોગ આજ ના સમય માં નાના નાના વેપારીઓ કે નાના કમિશન એજન્ટો અથવા ઘણા ખરા કારખાના માં કામ કરતા લોકો ને જોવા મળે છે જે કામ ના અનુભવ ઉપર જ પોતાની મહેનત આગળ સારો રંગ લાવી આપે છે )

21. કર્ક લગ્ન ની કુંડળી માં વૃશ્ચિક રાશી નો મંગળ પણ ઘણો સારો આર્થિક લાભ આપી જાય છે 

22. વૃષભ લગ્ન ની કુંડળી માં છઠ્ઠા સ્થાને તુલા રાશી નો શુક્ર પણ હેતુ મિત્રો અને સબધીઓ થકી સારો આર્થિક લાભ મેળવી શકે છે 

23. કર્ક લગ્ન ની કુંડળી માં ચોથા સ્થાને તુલા રાશીનો શનિ તથા દશમે મેષ રાશીનો મંગળ વારસાઈ લાભ ની સાથો સાથ જાત મહેનત ની કમાણી થકી વારસાઈ સંપત્તિ માં બહુ જ ઘણો વધારો કરી શકે છે 

24. પ્રથમ સ્થાને તુલા રાશીનો શુક્ર હોય તો પણ વ્યક્તિ ને ધનવાન તો બનાવી જ આપે પરંતુ સારી ક્રેડિટ અને નામના મેળવવામાં બહુજ મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે જે અંગત સગા સબધીઓ હેતુ મિત્રો કોઈ તેમની ઉપર વધારે સારો વિશ્વાસ કદી કરી શકતા નથી

આ ઉપર ના યોગો વાળા જાતકો ને પહેલે થી જ કાલા અથવા મરૂન કલર ઉપર હેત પ્રેમ લાગણી હોતી જ નથી અને જેટલું તેમના થી દુર રહે એટલો જ વધુ સારો લાભ મેળવી શકે છે તેઓને તુલશીદલ વધારે પ્રિય હોય છે .


         !!!!! शुभमस्तु !!!

===============================

શુક્ર અને બુધ મળીને રચશે લાભ દ્રષ્ટિ યોગ:આ રાશિઓ માટે લાભ દ્રષ્ટિ યોગ ભાગ્યશાળી રહેવાથી નોકરી, વેપાર-ધંધામાં મળશે આર્થિક લાભ


શ્રી ઋગ્વેદ ના વેદિક જ્યોતિષ શાસ્ત્ર માં બુધને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવ્યો છે. જ્યારે શુક્રને ધન, ઐશ્વર્ય અને વૈભવનો કારક માનવામાં આવે છે. 

વેપાર - ધંધામાં આર્થિક લાભનો કારક કહેવાતો સ્વામી બુધ ધનના કારક શુક્ર સાથે વિશેષ યોગ રચવા જઈ રહ્યો છે.




વેદિક જ્યોતિષીય ગણતરી મુજબ, સાત દિવસ પછી એટલે કે 13 ડિસેમ્બરના રોજ, બુધ અને શુક્ર ગ્રહ એકબીજાથી 60 ડિગ્રી પર હાજર રહેશે. 

આવી સ્થિતિમાં, લાભ દ્રષ્ટિ નામનો વિશેષ યોગ બુધ અને શુક્ર સાથે બનશે, જે 12 રાશિઓ માટે અત્યંત શુભ અને ફાયદાકારક સાબિત થશે.

શુક્ર અને બુધનો લાભ દ્રષ્ટિ યોગ 13 ડિસેમ્બરે બુધ અને શુક્રનો લાભ દ્રષ્ટિ યોગ બનવા જઈ રહ્યો છે જેનો આ 3 રાશિઓના જાતકોને વિશેષ લાભ મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર અને બુધની લાભ દ્રષ્ટિ રોજગારમાં ઉન્નતિ કરાવશે, સાથે ખર્ચાઓ પર બ્રેક લાગશે અને ધન ધાન્યમાં પણ વધારો થશે.

શુક્ર અને બુધનો લાભ દ્રષ્ટિ યોગની 12 રાશિઓ પર અસરો. 

1 આ રાશિના લોકોનો પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર થશે. 

આ સાથે, તમે તેમની સાથે ક્યાંક ફરવાનો પ્લાન પણ બનાવી શકો છો. કરિયરના ક્ષેત્રમાં પણ તમને ઘણો ફાયદો મળી શકે છે. 

તમને વિદેશમાં કામ કરવાની તક મળી શકે છે. આ સાથે, તમે તમારી પ્રગતિ સાથે પગારમાં વધારો જોઈ શકો છો. 

વેપારમાં પણ તમને ઘણો ફાયદો થવાની સંભાવના છે.

2 આ સમયગાળા દરમિયાન વૃષભ જાતકોને નાણાકીય ક્ષેત્રમાં લાભ મળી શકે છે. 

આ સિવાય કાર્યક્ષેત્રમાં પણ પ્રગતિમાં સફળતા મળી રહી છે. 

જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેઓ પણ સફળતા મેળવી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેવાનો છે. 

તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ મળશે. તેની સાથે વેપાર ક્ષેત્રે પણ આર્થિક લાભ થઈ શકે છે.

3 આ રાશિના લોકો દ્વારા કરવામાં આવતી મહેનત હવે ફળ આપી શકે છે. 

તમને દરેક ક્ષેત્રમાં સફળતા અને લાભ મળી શકે છે. બુધનું સંક્રમણ પણ તમારી કારકિર્દીમાં મોટી ઉન્નતિ લાવી શકે છે. 

તમે જે કામ કરી રહ્યા છો તેનાથી કોઈ ઉચ્ચ અધિકારી ખુશ થઈ શકે છે. 

વેપારમાં પણ તમને ઘણો ફાયદો થઈ શકે છે. 

આ રાશિના લોકોને તમે તમારા વ્યવસાયમાં જે મહેનત કરી રહ્યા છો તેનાથી ઘણો ફાયદો થશે. 

આર્થિક સ્થિતિ સારી રહેશે.

4 કર્ક  - જાતકોને આ સમયગાળા દરમિયાન આર્થિક ક્ષેત્રે લાભના સંકેતો છે. 

ઉપરાંત, કાર્યસ્થળમાં સારા પ્રદર્શનને કારણે આર્થિક ક્ષેત્રમાં પ્રમોશન અથવા પ્રગતિ થઈ શકે છે. 

આવકના નવા સ્રોત પણ મળી શકે છે, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વેપાર ક્ષેત્રે પણ વિસ્તરણના સંકેતો છે અને તેનાથી ભવિષ્યમાં ફાયદો થઈ શકે છે.

5 સિંહ - રાશિના જાતકોને નોકરીની ઘણી ઓફર મળી શકે છે. 

તમે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોશો. 

આ સમયે જે લોકોનું કામ ગણિત, માર્કેટિંગ, ભાષણ, મીડિયા અને બેંકિંગ ક્ષેત્ર સાથે સંબંધિત છે તેમને વિશેષ લાભ થઈ શકે છે.

6 આ સમયગાળા દરમિયાન તમને અટવાયેલા પૈસા મળી શકે છે. 

ઉપરાંત, આ સમયગાળા દરમિયાન, તમને વ્યવસાયમાં આવા ઘણા સોદા મળી શકે છે, જેનો તમને ભવિષ્યમાં ફાયદો થશે. 

નોકરી કરતા લોકોની પણ પ્રગતિ થશે. 

આર્થિક સ્થિતિ સારી રહેશે. 

અંગત જીવનમાં પણ ઘણી ખુશીઓ આવી શકે છે.

7 આ રાશિના જાતકોને સુખ - સમૃદ્ધિની સાથે - સાથે ઘણો આર્થિક લાભ મળવાની સંભાવના છે. 

કરિયરના ક્ષેત્રમાં તમને લાભ મળી શકે છે. 

કામના સંબંધમાં તમે થોડી યાત્રાઓ કરી શકો છો. 

પરંતુ આ તમારી કારકિર્દીને પ્રોત્સાહન આપી શકે છે. 

વેપારના ક્ષેત્રમાં પણ તમને ઘણો લાભ મળી શકે છે. 

તમે સારી કમાણી કરવામાં સફળ થઈ શકો છો.

8 - વૃશ્ચિક - રાશિના જાતકોને કરિયરમાં સુવર્ણ તકો મળી શકે છે. 

જૂના મિત્રની મદદથી તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. 

પરીક્ષાનું પરિણામ તમારા પક્ષમાં હોઈ શકે છે કારણ કે સમય સાનુકૂળ છે. 

મહેનત કરવામાં શરમાશો નહીં. 

તમારાં યશ અને કીર્તિમાં વધારો થશે. 

તમારા પૈસામાં વધારો થશે. 

ધન સંચય પહેલાં કરતાં સારો રહેશે.

9 ધંધો અને આવક વધશે. વેપારમાં લાભ થશે. આવકમાં વધારો થશે. 

નોકરીમાં તમને સફળતા મળશે. 

નાણાકીય લાભ થવાની સંભાવના છે. 

સંબંધ અને પારિવારિક જીવન ખુશહાલ રહેશે. 

વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સારી તકો મળશે. 

સ્વાસ્થ્ય તરફથી સહયોગ મળશે. 

ધાર્મિક કાર્યોમાં રસ વધશે. 

તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે.

10 આ સમયગાળા દરમિયાન તમને તમારા કાર્ય અને વ્યવસાયમાં નોંધપાત્ર પ્રગતિ મળી શકે છે. 

આ સમય દરમિયાન, નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે.

11 કુંભ રાશિના લોકો જે રોકાણ કરવા ઇચ્છે છે. 

તેઓ રોકાણ કરેલા પૈસાથી બમણો ફાયદો મેળવી શકે છે. 

સાથે જ આ સમય દરમિયાન તમે કામ અથવા વ્યવસાય માટે મુસાફરી કરી શકો છો, 

જે શુભ રહેશે. 

આ સમયે તમે ધાર્મિક અને શુભ કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો.

12 તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે નહીંતર વાદ - વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે. 

આ તમારા કામ અને સંબંધોને અસર કરી શકે છે. 

આ દરમિયાન તમે કોઈ વિવાદમાં પડી શકો છો. 

આવી સ્થિતિમાં તમારે તમારા વર્તન પર પણ નિયંત્રણ રાખવું પડશે. 

એવું કામ ન કરો કે તે તમારી વિરુદ્ધ જાય.

🙏हर हर महादेव हर...!!
जय माँ अंबे ...!!!🙏🙏

पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर:-
PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 
-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-
(2 Gold Medalist in Astrology & Vastu Science) 
" Opp. Shri Satvara vidhyarthi bhuvn,
" Shri Aalbai Niwas "
Shri Maha Prabhuji bethak Road,
JAM KHAMBHALIYA - 361305
(GUJRAT )
सेल नंबर: . + 91- 9427236337 / + 91- 9426633096  ( GUJARAT )
Skype : astrologer85
Email: prabhurajyguru@gmail.com
Email: astrologer.voriya@gmail.com
आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद.. 
नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....
जय द्वारकाधीश....
जय जय परशुरामजी...🙏🙏🙏

सूर्य देव , शनि की साढ़े साती :

शनि की साढ़े साती  :  🪐ज्योतिष- ग्रह- नक्षत्र 🪐   सूर्य देव :    रविवार विशेष - सूर्य देव  समस्त ब्रह्मांड को प्रकाशित करने वाले भगवान भास...