જન્મ કુંડળી માં શનિ ની મહા દશા અંતર દશા ના ઉપાય :
કૃષ્ણો રૌદ્રા ન્તકો યમઃ !
સૌરી શનૈ શ્વરો મદઃ
પીપ્લા દેન સંસ્તુત: !!
એતાની દશ નામની
પ્રાતરું ત્યાંય ચ: પહેત !
શનૈ શ્વર કૃતા પીડા
ન કદાચિત ભવિષ્યતિ !!
અર્થ :
શનિ ની મહાદશા , અંતર દશા કે પ્રત્યુંતર દશા હોય કે શનિ ની નાની કે મોટી પનોતી
તેમાં લોઠાના પાયે હોય કે રૂપા ના પાયે હોય કે , સોના ના પાયે હોય કે , ચાંદી ના પાયે હોય કે પછી તાબા ના પાયે હોય છે ,
તે સમય માં એક જ આશન પર બેસી ને આ મંત્ર ને ત્રણ વખત દરરોજ અને શનિવાર ના એકવીસ વખત તેવા એકવીસ શનિવાર પૂર્ણ અને બાવીસ માં શનિવાર આવે
ત્યાં સુધી કરવા માં શનિ ની પનોતી નાની પનોતી અઠી વર્ષ ની હોય કે મોટી પનોતી સાડા સાત વર્ષ ની હોય તેમાં અચૂક રાહત મળતી જોવા મળે છે .
સામાન્ય રીતે જોઈએ.
શનિ ની અશુભ સ્થાન માં હોય કે શનિ ની મહા દશા , અંતર દશા કે પ્રત્યંતર દશા ચાલતી હોય અથવા અશુભ પનોતી નું ફળ મળી રહેલ હોય તો તેમાં શનિ ના જાપ , દાન કે હનુમાનજી ની સેવા પૂજન શનિ ગ્રહ ની પૂજન વિધિ કરવાથી શનિ ના કષ્ટ નું ફળ અચૂક ઓછું તો થાય છે ,
તેમજ મંગળવાર અને શનિવારે જે શિવજી ના અગિયાર માં રુદ્ર હનુમાનજી ની સેવા પૂજન દર્શન તેમજ હનુમાન ચાલીસા ના દશ હજાર વખત પાઠ કરવામાં આવે અને જો સમય અનુસાર સંજોગ પણ હોય તો સુંદર કાંડ ના પાઠ પણ કરી શકાય છે જે લાભ કારક ફળ પ્રાપ્ત કરવા માં મદદ કરી શકે છે
જી હા દસ શનિવાર હનુમાનજી ના પગ ઉપર અથવા પાસે ઉંમર ના વર્ષ અનુસાર અડદ ના દાણા અને તેમજ ફિલ્ટર વગર નું દેશી મીઠા ની કાકડી અર્પણ કરી શક્ય છે તેમજ જાતક ના ઉંમર હિસાબ થી ગ્રામ ના હિસાબ ઉપર સિંગ તેલ ( મગફળી તેલ ) ને હનુમાનજી ના જમણા પગ ના ઘૂંટણ ઉપર અભિષેક કરવો જોઈએ તેમજ જી હા સિંદૂર ચઢાવવા ની ઈચ્છા હોય તો હનુમાનજી ના આખી મૂર્તિ ને જ સિંદૂર ચઢાવી શકાય અને દેશી સફેદ આંકડા ના ફૂલ ની માળા તેમજ જો વધારે કષ્ટ હોય તો ઉંમર ના હિસાબ માં જ સાત દાણા ના હિસાબ થી અડદ ના દાણા હનુમાનજી ના જમણા પગ ઉપર જ ચઢાવી શકાય છે.
શનિવાર ના વૃત :
શનિવાર ના દિવસે સવાર માં નહિ ધોઈ ને શુદ્ધ થઈ ને જ તમારા ઘરે પીવાના પાણી ના માટલા પાસે શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવી તમારા કુળદેવી નું નામ લઈ ને તમારે તમારા કુળદેવી પાસે જ કુળદેવી નું નામ લઈ ને અર્ચના પ્રાર્થના કરવાની કે હે અમારી કુળદેવી માં અમે આજ રોજ મારા આ મન ના મારા નિર્ધારિત કાર્ય માટે અને મારા જન્મ કુંડળી માં કે ગોચર ગ્રહ દશા અનુસાર શનિ ની દશા કે નાની મોટી પનોતી નું ભ્રમણ થઈ રહેલ હોય તો હું મારા કાર્ય સરખી રીતે મારા મન અનુસાર કરી નથી શકતો તો તે બાબત માટે હું આજ રોજ થી શનિવાર ના વૃત કરવા ની શરૂઆત કરું છું તો તમે મારા શનિવાર ના વૃત ને સફળતા અપાવશો
શનિવાર ના જ આખો દિવસ ચા દૂધ કોફી પી શકાય છે તેમાં બપોર ના કે કોઈ પણ સમય માં કોઈ ફ્રૂટ , ફરાળ નો આહાર કરી શકાય નહિ તેમ આખો દિવસ ચા દૂધ કોફી ઉપર જ ઉપવાસ કરવાનો રહેશે ,
સાંજના જ જે છ વાગ્યા થી સાડા છ વાગ્યા ના જ સમય માં તમારી ઉંમર ના હિસાબ માં સાત દાણા જો તમારી ઉપર 50 વર્ષ ની હોય તો 350 દાણા હનુમજી ના જમણા પગ ઉપર ચઢાવી દેવા તેમજ ઉંમર ના હિસાબ માં એક પાવરું સીંગતેલ ( મગફળી નું તેલ ) હનુમાનજી ના જમણા પગ ઉપર ચઢાવવું જૉ તમને સમય હોય તો ત્યાં હનુમાન ચાલિસા ના પાઠ તમારી ઇચ્છા અનુસાર અથવા સાત વખત કરી શકાય છે
ત્યાર બાદ જ રાત્રિ ના સમય માં ફક્ત અડદ નું શાક જ શનિવાર ના દિવસે જમવાનું તેમાં અડદ થી બનેલી કોઈ વસ્તુ પણ ના ચાલે કે ના તેમના સાથે કોઈ બીજી વસ્તુ પણ જમી શકાય આવી રીતે એકવીસ શનિવાર ના એક વખત થાય તેવા સંડગ ચાર વખત મતલબ 84 શનિવાર કરવા ખાસ જરૂરી રહે છે.
શનિવાર ના દાન :
શનિવાર ના દાન કરવું હોય તો પહેલાં શનિવાર ના વૃત તો કરવા જ પડે વૃત કર્યા વગર નું દાન કોઈ મહત્વ તો રહેતું જ નથી
દાન કરવાની વસ્તુઓ બાબત જોઈએ તો કાળા તલ , કાળા અડદ , કળશી, ભેસ , કાળો ધાબળો , કાળું કપડું , લોખંડ , તેલ નું દાન કરી શકાય છે ,
જી હા દાન નો સમય સવાર નો અથવા માધ્યમ નો જ હોવો જરૂરી રહે છે સૂર્ય અસ્ત ના સમય કે સૂર્ય અસ્ત પછી રાત્રી ના સમય માં દાન નું કાઈ જ મહત્વ રહેતું નથી ,
શનીવાર ના વૃત ના દિવસે જ્યારે સવાર માં સ્નાન કરવા જઈએ ત્યારે શરીર ઉપર સરસવ તેલ થી હાથ પગ અને પેટ ના ભાગ ને માલીશ કરી ને ત્યાર બાદ સ્નાન કરવામાં આવે તો પણ શનિ ની અસર માં ઘણી રાહત થાય છે , તેમજ તમારા નિત્ય કામ ધંધા કે નોકરી ના કામ માં પણ કુળદેવી અને ઇષ્ટ દેવ નું સમરણ વિશેષ કરવામાં મન માં તેમજ ઘર માં ઘણી રાહત ની અનુભૂતિ જોવા મળે છે.
શનિની સાડાસાતી શરુ થશે, શનિદેવ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં ગોચર કરશે
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વર્ષ 2025માં શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર કરશે. ત્યારે શનિની મોટી પનોતિ એટલે કે સાડાસાતી અને નાની પનોતિ એટલે કે ઢૈયાની અસર રાશિચક્ર પર અલગ-અલગ રીતે જોવા મળશે. વર્ષ 2025 કેટલીક રાશિઓ માટે ખરાબ રહેશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તમામ ગ્રહોમાં શનિની ગતિ ખૂબ જ ધીમી છે, તેથી શનિને એક રાશિમાં સંક્રમણ કરવામાં અઢી વર્ષનો સમય લાગે છે. ચાલો જાણીએ કે શનિની સાડાસાતી વર્ષ 2025માં કઈ રાશિમાં શરૂ થશે.
શનિની સાડાસાતી શરુ થશે હાલમાં મકર, કુંભ અને મીન રાશિના લોકો માટે શનિની સાડાસાતી ચાલી રહી છે. નવા વર્ષ 2025માં શનિનું મીન રાશિમાં ગોચર થવાથી મકર રાશિના લોકો માટે ચાલી રહેલી સાડાસાતીનો અંત આવશે અને મેષ રાશિના લોકો માટે શરુ થશે. આ સાથે મીન રાશિના લોકો માટે સાડાસાતીનો બીજો તબક્કો અને કુંભ રાશિના લોકો માટે શનિનો છેલ્લો એટલે કે ત્રીજું ચરણ શરુ થશે. ત્યારે નવા વર્ષ 2025માં કુંભ, મીન અને મેષ રાશિના લોકો પર શનિની સાડાસાતીની અસર શરુ થશે.
શનિનું ગોચર વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શનિની ચાલ, સ્થિતિ અને ગોચરનું વિશેષ મહત્ત્વ રહેલું છે, તેની અસર દેશ, વિશ્વ, અર્થતંત્ર, વેપાર અને મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ પર પડે છે. શનિદેવને એક રાશિમાં ગોચર કરવામાં અઢી વર્ષ લાગે છે,
આ પહેલા શનિએ 29 એપ્રિલ 2022ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ 12 જુલાઈના રોજ, શનિ ફરી વક્રી થઈને મકર રાશિમાં આવ્યા હતા. અને ફરીથી જાન્યુઆરી 2023ના રોજ શનિ મહારાજ કુંભ રાશિમાં આવ્યા અને ત્યારથી તે મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં બિરાજમાન છે.
પરંતુ 2025માં શનિ મહારાજ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં ગોચર કરશે.
શનિની સાડાસાતીનો પ્રકોપ ધટાડવા શું કરવું ?
11 શનિવારે શનિ મંદિરમાં જઈને દર્શન કરીને દાન કરો.
શનિદેવને સંબંધિત વસ્તુઓ જેમ કે કાળી છત્રી, ચંપલ, લોખંડ, કાળા તલ વગેરેનું દાન કરો.
સફાઈ કામદારો, મજૂર વર્ગ એટલે કે ગરીબને દાન કરતા રહો.
દરરોજ હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરો.
દારૂ ન પીવો, જૂઠું બોલશો નહીં કે ગુસ્સો કરશો નહીં.
પરાઈ સ્ત્રી પર ખરાબ નજર ન નાખો, તમારા કાર્યો હંમેશા શુદ્ધ રાખો.
કાળા કૂતરા, કાગડા અને ગાયને દરરોજ રોટલી ખવડાવતા રહો અને દાન કરો.
દરરોજ પીપળાના વૃક્ષની પૂજા કરો અને ઘીનો દીવો કરો.
પ્રભુ પંડારામા ( રાજ્યગુરુ )
દ્રાવિડ બ્રાહ્મણ
જય માતાજી