વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પ્રભાવશાળી વર્ષ, રાહુલ ગાંધી સરકાર સામે સતત સંઘર્ષરત રહેશે; જાણો મહાનુભાવોનાં ભાવિ કેવાં રહેશે?
22 ઓક્ટોબર, બુધવારથી વિક્રમ સંવત 2082 શરૂ થઈ ગયું છે. એવામાં ચાલો જાણીએ જ્યોતિષની દૃષ્ટિએ દેશના રાજકીય નેતાઓ માટે આ વર્ષ કેવું રહેવાનું છે.....!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, વિપક્ષ નેતા રાહુલ ગાંધી, ગુજરાતના નવા ભાજપ - પ્રમુખ જગદીશ પંચાલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોનાં ભવિષ્યફળ જાણો જ્યોતિષાચાર્ય પંડારામાં પ્રભુ વોરિયા રાજ્યગુરુ પાસેથી...!
ExclusiveLane 'Seven Elephant Tuskers' Showpiece for Home Decor (Set of 7, Resin, Handcarved) |Decorative Items for Living Room Show pieces for Home Décor Living Room Curios Gifts Statue for Good Luck
https://amzn.to/48IEwBY
નરેન્દ્ર મોદી :
જન્મ:- 17-09-1950
સવારે- 11.00 કલાકે, વડનગર.
વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી માટે સંવત 2082ની શરૂઆત ઘણી જ પ્રભાવશાળી રહેશે....!
વૃશ્ચિક જન્મ - લગ્નમાં ચંદ્ર - મંગળના નીચભંગ રાજયોગ અને ‘રુચક’ નામના પંચમહાપુરુષ રાજયોગ સાથે જન્મેલા PM મોદીને હાલમાં મંગળની મહાદશામાં બુધની અંતર્દશા ચાલી રહી છે....!
બુધ પણ લાભસ્થાને ઉચ્ચ રાશિનો હોઇ PM મોદીનો દેશમાં વહીવટી તંત્ર અને સ્વયંની વાણી પર પ્રભાવ રહેશે....!
ગોચરનો મીનનો શનિ અને કુંભનો રાહુ તેમને શાંતિથી જંપવા નહીં દે....!
તેમની લોકપ્રિયતામાં સારીએવી ઓટ વર્તાશે....!
એમ છતાં વર્ષની શરૂઆતમાં વૃશ્ચિકનો ગોચરનો મંગળ તેમને વધુ આક્રમક બનાવશે....!
માર્ચ 2026 સુધીનો સમય તેમના માટે ઘણો જ સારો રહે....!
નવેમ્બર 2025થી માર્ચ 2026 દરમિયાન ભારતના મધ્યમવર્ગના લોકોની સુખાકારી માટે કોઇ મોટી જાહેરાત કરે....!
વિદેશનીતિ અને વિદેશી સહયોગ માટે સતત પ્રયત્નશીલ રહેશે....!
તેમના રાજકીય દાવપેચમાં વિરોધીઓના હાથ હેઠા પડતા જણાય....!
વૈશ્વિક સ્તરે ભારતની નામના વધશે....!
વર્ગોત્તમી શુક્ર મોદીને વર્ષની શરૂઆતથી જ વિદેશભ્રમણ કરાવશે....!
તેમની વિદેશયાત્રાઓ અને પાડોશી દેશો સાથેના સંબંધો ફળે કે ન ફળે...!
પરંતુ તેમની જાહોજલાલીમાં કોઇ ફેર પડશે નહીં...!
ચીન, પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે ઘેરાયેલા રહેવા છતાં તેઓ સંવત 2082ના વર્ષ દરમિયાન પોતાની સત્તા ટકાવી રાખવામાં સફળ થશે....!
અલબત્ત, જન્મના રાહુ, સૂર્ય ગોચરના શનિના ભ્રમણને કારણે પીડિત થતા હોઇ તેમણે આરોગ્યને લઇને સતર્ક રહેવું પડે...!
દેશના અર્થતંત્રને ટકાવી રાખવા અથાગ પ્રયત્નો કરવા પડશે....!
27મી ડિસેમ્બરે શનિ વક્રી ગતિમાંથી માર્ગી બનશે. એપ્રિલ - મે 2026 દરમિયાન મોદીએ વિપક્ષોના તીખા પ્રહારનો સામનો કરવો પડે...!
બજેટની આર્થિક નીતિઓને કારણે જનતાની પણ નારાજગી અને ટીકાઓ સહન કરવી પડે....!
કેટલીક રાજ્ય સરકારોમાં પણ બદલાવ આવવાની શક્યતા છે....!
પાડોશી રાજ્યોની ઘૂસણખોરીવાળી પ્રવૃત્તિઓને લઇ દેશની પરેશાની વધે....!
જૂન 2026થી ગુરુના કર્કભ્રમણ તથા મંગળના મેષ રાશિ પરથી થતા ભ્રમણ દરમિયાન મોદી માટે સારી સ્થિતિનું નિર્માણ થાય...!
પરંતુ બૃહદ સંહિતાના વર્ણન મુજબ...!
शनि दृष्टया वित्तनाश: परं कालान्तरं लाभ:।
અર્થાત શનિ જ્યારે ગોચરમાં બીજા ધનસ્થાન પર દૃષ્ટિ કરે છે...!
ત્યારે વાણી અને આર્થિક વ્યવસ્થા બંને પર નિયંત્રણની પરીક્ષા થાય છે....!
પ્રથમ કઠણાઇ અને આલોચનાનો સામનો કરવો પડે, પરંતુ સમય જતાં પરિસ્થિતિ થાળે પડે છે....!
મતલબ કે સને 2026નું વર્ષ PM મોદી માટે અનેક વિટંબણા અને વિષમતાથી ભરેલું રહેશે....!
ખાસ કરીને ચીન પર તેમણે વિશ્વાસ મૂકવા જેવો નથી....!
મીડિયા પરનો તેમનો અંકુશ પણ ધીરે ધીરે ઓછો થતો જશે....!
અમિત શાહ :
22મી ઓક્ટોબર, 1964ના રોજ મુંબઇમાં જન્મેલા દેશના ગૃહમંત્રી અમિત શાહની કન્યા લગ્નની જન્મકુંડળીમાં સૂર્ય - શુક્ર તથા ચંદ્ર-મંગળનો પ્રબળ પરિવર્તન યોગ થયો છે....!
આ ઉપરાંત લગ્ને બુધ ધનસ્થાને છે...!
જે તેમને અન્ય નેતાઓ કરતાં કાર્યશૈલીની રીતે અલગ જ ઓળખ અપાવે છે...!
શુભ કર્તરી રહેલા દેહભાવે તેમને સતત કાર્યશીલ અને સકારાત્મક પ્રવૃત્તિમય બનાવ્યા છે...!
છઠ્ઠા શત્રુસ્થાને શનિ દ્વારા થયેલો વિપરીત રાજયોગ અને તેના પર મંગળની દૃષ્ટિ તેમને નીડરતા, બાહોશી અને નેતૃત્વક્ષમતાના ગુણો આપે છે...!
આટલું હોવા છતાં ભાગ્યસ્થાને રહેલા ગુરુએ તેમનામાં ધાર્મિક શ્રદ્ધા અને ધર્મમાં અપ્રતિમ શ્રદ્ધાભાવના ગુણો વિકસાવ્યા છે....!
હાલમાં તેમની ચાલી રહેલી ગુરુ - શનિની વિશોંત્તરી દશા - અંતર્દશા તેમને સત્તાસ્થાને ટકાવી રાખશે...!
લોકોપયોગી કામો કરાવશે...!
અલબત્ત, તેમની સામે દેશની આંતરિક સુરક્ષાના અનેક પડકારો ઊભા થશે....!
શનિ અને રાહુનું ગોચર ભ્રમણ સંવત 2082ના અંત ભાગે તેમને આરોગ્યના પ્રશ્નો પણ સતાવે એવું ગ્રહગોચર નિર્દિષ્ટ કરી રહ્યું છે....!
ખાસ કરીને ગુજરાતના રાજકારણ પર તેમનું પ્રભુત્વ છવાયેલું રહેશે....!
ગુજરાતમાં વિકાસલક્ષ્મી કામોની અને પરિયોજનાનું તેમનું સ્વપ્ન સાકાર થશે...!
રાહુલ ગાંધી :
જન્મ: 10-06-1970
રાત્રે- 09:52, નવી દિલ્હી
19મી એપ્રિલ, 2014ના રોજ અસ્તિત્વમાં આવેલી 18મી લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી 1ના મૂળાંકમાં જન્મેલા છે...!
19 એપ્રિલનો મૂળાંક પણ 1 છે, જેનો અધિપતિ ગ્રહ સૂર્ય છે....!
વળી, દસમા મકર-લગ્નમાં રાહુલનો જન્મ થયો છે. સમગ્ર લોકસભા સત્ર દરમિયાન રાહુલનો પ્રભાવ અને પ્રતિભા બંને ઊપસી આવશે...!
હાલમાં રાહુની વિશોંત્તરી મહાદશામાં બુધની આંતરદશા ચાલી રહી છે...!
જન્મના રાહુ પરથી ગોચરના રાહુનું ભ્રમણ રાહુલ ગાંધીને અપ્રતિમ લોકચાહના અપાવશે...!
10 નવેમ્બર 2025થી 10 માર્ચ, 2026 સુધીનો સમય તેમને લોકઆંદોલન અને વિદેશપ્રવાસના સહારે સમગ્ર દેશ અને વિશ્વભરમાં અલગ જ ઓળખ અપાવશે...!
ચંદ્ર - ગુરુ - શુક્રનો પરિવર્તન યોગ તથા બુધ - ગુરુ વગોત્મમી છે...!
એવી ચારે શુભ ગ્રહોની પ્રબળતાના કારણે....!
તેઓ વિશ્વવિખ્યાત હાર્વર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ.ફિલ. જેવી ઉચ્ચ ડિગ્રી અને પોલિટિકલ સાયન્સના નિષ્ણાત બન્યા છે...!
તેમની ઓળખ એક પ્રબુદ્ધ રાજકારણી અને માનવતાવાદી અભિગમ ધરાવતા લોકનેતા તરીકે પ્રસ્થાપિત થશે...!
લગ્નેશ શનિ ચતુર્થ સ્થાને નીચનો છે જે તેમને સંઘર્ષશીલ અને પોતાની માન્યતામાં અડગ રહેનાર બનાવે છે....!
ગુરુ - શનિનો આધ્યાત્મિક યોગ તેમને કોઇ અગોચર શક્તિની સતત પ્રેરણા આપી રહ્યો છે....!
અલબત્ત, એક સ્વચ્છ રાજકીય પ્રતિભારૂપે ઊપસી આવવા છતાં એકલવીરની જેમ સરકારનાં અનેક કૌભાંડ છતાં કરશે....!
1 જૂનથી પોતાની ઉચ્ચ રાશિ કર્કમાંથી ગોચર ભ્રમણ કરતો ગુરુ તેમને ઓચિંતી સફળતા અપાવશે...!
તેમ છતાં સંવત 2082નું વર્ષ તેમના માટે સંઘર્ષ અને સત્તા સાથે સતત ઘર્ષણમય રહેશે એમ જણાય છે....!
તેમને દાંપત્યજીવનનું સુખ પણ અપાવી શકે છે....!
યોગી આદિત્યનાથ :
5મી જૂન, 1972ના રોજ સિંહ - લગ્નની કેન્દ્રમાં સૂર્ય - બુધ-શનિની જન્મકુંડળી સાથે જન્મેલા ઉત્તરપ્રદેશના ખમતીધર ગામ માં જન્મ થયેલ હોય...!
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સ્વતંત્ર મિજાજનું વ્યક્તિત્વ ધરાવતા હોવાનો ગ્રહ નિર્દેશ છે...!
બુધ - શુક્રનો પરિવર્તન યોગ તથા ગુરુની ત્રિકોણ સ્થાને સ્વરાશિની પ્રબળ સ્થિતિ યોગીજીને સાત્ત્વિક, ધાર્મિક અને રાષ્ટ્રપ્રેમી બનાવે છે....!
છઠ્ઠે રહેલો રાહુ તેમને શત્રુ પર નિર્દયી રીતે શસ્ત્રાઘાત કરતાં અટકાવી શકતો નથી....!
રાષ્ટ્રદ્રોહીઓ સામે અડગતાથી પ્રહાર કરનાર...!
યોગીજી ભીતરથી રાષ્ટ્રભાવનાના રંગે હંમેશાં રંગાયેલા રહેશે....!
હાલમાં ચંદ્ર પરથી પસાર થતો ગોચરનો રાહુ તેમને આંતરિક હિતશત્રુઓથી પરેશાન કરશે અને તેમના માર્ગમાં કંટક વેરશે....!
તેમ છતાં તેમનો રાજકીય પ્રવાસ વધુ ઉજ્જવળ બનશે....!
ઉત્તરપ્રદેશમાં હાલમાં તેમનો વિકલ્પ ઊભો થાય એમ જણાતું નથી...!
જગદીશ પંચાલ :
ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે 3 ઓક્ટોબરે જ પોતાની દાવેદારી નિશ્ચિત કરનાર..!
જગદીશ પંચાલ - વિશ્વકર્માનો જન્મ 12 ઓગસ્ટ, 1973ના રોજ થયો છે....!
મૂળાંક 3થી ગુરુપ્રધાન વ્યક્તિત્વ ધરાવનાર જગદીશભાઇએ પ્રમુખ બનતાં જ ‘પાણી કરતાં પાતળા’ બનીને ચાલવાની વાત કરી છે...!
વિશ્વકર્માની ચંદ્ર-લગ્નની મકર રાશિની કુંડળીમાં ચંદ્ર વર્ગોત્તમી બને છે...!
ચંદ્ર - શનિ - બુધનો પરિવર્તન યોગ થયો છે...!
હાલનો ગોચરનો મીનનો શનિ તથા કર્કનો રાહુ તેમને ‘પાણી કરતાં પાતળા’ થવા ચોક્કસ મજબૂર કરશે...!
શીર્ષસ્થ નેતૃત્ત્વના દોરીસંચાર મુજબ જ તેમણે કામ કરવું પડશે...!
સંવત 2082ના શરૂઆતનો છ મહિનાનો સમય તેમના માટે પડકારરૂપ બનશે...!
તેમ છતાં પંચાલ સફળતાપૂર્વક નેતૃત્વ પૂરું પાડશે એમ ગ્રહગોચર સૂચવી રહ્યા છે...!
ભૂપેન્દ્રભાઇ પટેલ :
15 જુલાઇ, 1962ના રોજ ગુરુના ઘરના ધન ચંદ્ર રાશિમાં જન્મનાર...!
ગુજરાતના મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇના ગ્રહયોગ તદ્દન સરળ, નિખાલસ અને ધર્મતત્ત્વમાં શ્રદ્ધાવાન હોવાનું સૂચવે છે...!
તેમનામાં મક્કમતા અને કઠોરતાનો કોઇ ગુણ હોવાનું ગ્રહયોગના આધારે ફલિત થતું નથી...!
સ્વગૃહી બુધ અને સૂર્યના બુધાદિત્ય અને પંચમહાપુરુષ ‘ભદ્ર’ યોગમાં જન્મેલા ભૂપેન્દ્રભાઇને ગુરુ અને મંગળે અજાતશત્રુ રાજકારણી બનાવ્યા છે...!
કર્કનો રાહુ તેમને કાર્યસિદ્ધિ યોગ આપે છે. તેમનામાં અનુશાસનપ્રિયતા અવશ્ય છે...!
સંવત 2082નું વર્ષ તેમના માટે પડકારરૂપ બની રહેશે...!
તેમ છતાં તેઓ ગુજરાત નેતૃત્ત્વ હંકારશે એમ ગ્રહગોચ સૂચવી રહ્યા છે....!
હર્ષ સંઘવી :
ગુજરાતના Dy CM હર્ષ સંઘવીનો જન્મ 8 જાન્યુઆરી, 1985ના રોજ સુરત ખાતે થયેલો...!
સ્વરાશિના ચંદ્ર, ગુરુ તથા મંગળ - શનિના પરિવર્તન યોગમાં જન્મેલા..!
હર્ષ સંઘવીમાં ભણતર કરતાં ઘડતર વધુ છે...!
શનિ - મંગળે તેમને બાહોશ અને બેબાક બનાવ્યા છે...!
હાલના ગોચરમાં શુક્ર - મંગળ ઉપરથી પસાર થતો રાહુ તથા ચંદ્રથી બારમે પસાર થતો...!
ગુરુ તેમને કોઇ નવા વિવાદમાં સપડાવી દે એમ જણાઇ રહ્યું છે...!
ગોચરના શનિની જન્મના સૂર્ય - બુધ - ગુરુ પરની દૃષ્ટિથી તેમની પ્રતિભા ન ઝંખવાય એ માટે સતર્ક રહેવાની જરૂર છે....!
કર્કનો ચંદ્ર તેમને કર્તવ્યનિષ્ઠ બનાવે છે...!
જેઓ ના હસ્ત લેખિત કાર્ય તો વધુ માં વધુ ડાબોડી હર્ષભાઇ વ્યવસ્થા કુશળ અને ચપળ હોવા છતાં....!
તેઓ પરિપકવ રાજનીતિજ્ઞ બનશે....!
તો અવશ્ય આગામી સમયમાં જૂન 2026થી તેમનો પ્રમોશનનો સમય શરૂ થશે એમ જણાઇ રહ્યું છે...!
સોનમ વાંગચૂક :
લદ્દાખમાં લોકશાહી પ્રણાલીની સ્થાપના કરી...!
ત્યાં સ્વતંત્ર રાજ્યનો દરજ્જો સ્થાપિત કરવા આંદોલન ચલાવી રહેલા...!
પર્યાવરણવિદ સોનમ વાંગચૂકનો જન્મ 1 સપ્ટેમ્બર, 1966માં થયેલો...!
તેમનની મેષ - લગ્નની કુંડળીમાં ગુરુ - મંગળનો નીચભંગ રાજયોગ તથા સ્વગ્રહી સૂર્ય સાથે બુધનો બુધાદિત્યયોગ તેમને નિશ્ચયાત્મક અડગ મનોબળના બનાવે છે...!
મિકેનિકલ બી.ટેક.નો અભ્યાસ કરી શિક્ષણવિદ અને પર્યાવરણ સંરક્ષણક્ષેત્રે જનસેવાના કાર્ય કરનાર સોનમે બરફના ગ્લેશિયરમાંથી આઇસસ્તૂપનું સંશોધન કરી....!
પર્વતીય વિસ્તારમાં જળસંગ્રહ કરવાનું અદભુત કાર્ય કર્યું છે....!
ચીની ઉત્પાદનનો બહિષ્કાર કરી....!
સ્વદેશી ચળવળ ઊભી કરનાર સોનમ વાંગચૂક હાલમાં રાષ્ટ્રદ્રોહના ગુનામાં જેલમાં બંધ છે....!
SECMOL મૂવમેન્ટના સહારે લદ્દાખમાં તેમની મુક્તિ માટેનું લોકઆંદોલન જોર પકડશે....!
હાલમાં સ્વરાશિનો સૂર્ય અને જન્મના શનિ ઉપરથી ગોચરના શનિનું ભ્રમણ તેમના લડાયક મિજાજને બળવત્તર બનાવશે....!
તેમના સમર્થનમાં વ્યાપક જનઆંદોલન થશે...!
જૂન 2026થી તેમનો સિતારો બુલંદ બનશે....!
તેમની લોકચાહના સત્તાધીશોની પીછેહઠ કરાવશે....!
કોર્ટનો નિર્ણય પણ તેમની તરફેણમાં આવે એમ જણાઇ રહ્યું છે...!
અલબત્ત, જેલવાસ દરમિયાન તેમનું આરોગ્ય કથળશે એવા ગ્રહસંકેત મળ્યા છે...!
आपका अपना पंडित प्रभुलाल पी. वोरिया, क्षत्रिय राजपूत जडेजा कुल गुरु का " जय द्वारकाधीश"
पंडित प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जडेजा कुल गुरु :-
प्रोफेस्सिनोल ज्योतिष एक्सपर्ट :-
-: 1987 वर्ष से ऊपर ज्योतिष का अनुभव :-
श्री सरस्वती ज्योतिष कार्यालय
(2 गोल्ड मेडलिस्ट ज्योतिष और वास्तु साईंन्स )
" श्री आलबाई निवास ", महा प्रभुजी बैठक के पास ,
एस टी. बस स्टेसन के सामने, बैठक रोड ,
Jamkhambhaliya - 361305 Gujarat – India
Vist us at: www.sarswatijyotish.com
Mob. Number :+91- 9427236337, + 91-9426633096
Skype : astrologer85
आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद..
नोट ::: ये मेरा शोख नही हे मेरा आजीविका हे, कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....
जय द्वारकाधीश..
No comments:
Post a Comment